
દાંતામાં ભારે ઉકળાટ બાદ જોરદાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
છેલ્લા એક અઠવાડિયા થી ભારે ગરમી પડી રહી હતી અને લોકો ગરમીથી ત્રાસી ગયા હતા ત્યારે દાંતા પંથકમાં શુક્રવારે સાંજે આકાશમમાં વાદળો ઘેરાઈ ગયા અને વીજળીના કડાકા સાથે મોડી સાંજે જોરદાર વરસાદ શરૂ થઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વરસાદે વિરામ લીધાને ઘણો સમય થઈ જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, એવામાં વરસાદના લાંબા વિરામ બાદ મેધ મહેર થતાં દાંતા પંથકના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો એક બાજુ વરસાદે લાંબો વિરામ લેતાં અનેક ખેડૂતોનો પાક બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ બચેલા પાકને પાણી મળતાં ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે.