કમોસમી વરસાદના વિરામ બાદ ધુમ્મસનું વાતાવરણ જામ્યું, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ભારે હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી હવામાંનમાં આવેલા અચાનક પલટાના કારણે વરસાદી માહોલ વચ્ચે આજે ડીસા પંથકમાં વહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યું હતું. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ધુમ્મસથી વાતાવરણ આલ્હાદક બન્યું
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસ ભર અનેક જગ્યાએ કમોસમી વરસાદ તેમજ કરા પડ્યા હતા. ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારે આકાશમાં ધૂમમ્સ છવાઈ ગયું હતું. ચોતરફ મોડે સુધી ધુમ્મસ છવાયેલું રહેતા વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી. વાતાવરણ સાવ ધૂંધળું બની જતા મોડે સુધી વાહન ચાલકોને રસ્તા પર લાઈટો ચાલુ રાખીને નીકળવું પડ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાતાવરણ તો આહલાદક બન્યું હતું. ભારે ધુમ્મસના કારણે માઉન્ટ અને કાશ્મીર જેવું વાતાવરણ બની જતા લોકોએ ખુશનમાં વાતાવરણની મજા માણી હતી.
વિઝિબિલિટી ઘટતા સાવધાનીથી વાહન ચલાવવા સૂચન
ભારે ધુમ્મસ અંગે વાહનચાલક મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, અમારે વહેલી સવારે ધંધા પર જવાનું હોય છે પરંતુ આજે વહેલી સવારથી જ ભારે ધુમ્મસના કારણે બાઇક લઈને જવામાં ભારે મુશ્કેલી પડી હતી. 10 ફૂટથી આગળ કંઈ જ દેખાતું ન હોવાના કારણે લાઇટો ચાલુ રાખીને નીકળવું પડ્યું હતું.
બે દિવસ માવઠાં બાદ ગાઢ ધુમ્મસ છવાયું​​​​​​​
​​​​​​​
છેલ્લા બે દિવસથી માવઠો અને ધુમ્મસ જેવું વાતાવરણ થઈ જતા રવિ પાકને મોટો નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને બટાકા જીરું કપાસ સહિતના ખેતી પાકોને ખૂબ જ નુકસાન થવાની શક્યતાને પગલે જગતનો તાત પણ ચિંતામાં ગરકાવ થયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.