અદાણી ગૃપનો હિન્ડનબર્ગના પાયા વિહોણા આરોપોને વિગતો સાથે વળતો જવાબ

બનાસકાંઠા
બનાસકાંઠા

હિન્ડનબર્ગ રિસર્ચે કરેલા પાયાવિહોણા આરોપો અને ગેરમાર્ગે દોરતા મનઘડંત અર્થઘટનોનો ધારદાર વળતો જવાબ જરુરી દસ્તાવેજો સાથે ૪૦૦થી વધુ પાનાઓમાં અદાણી સમૂહે રવીવારે આપ્યો છે. ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને અનુકૂળતા મુજબ અવગણનાર હિંડનબર્ગના બદઇરાદાઓ અને મોડસ ઓપરેન્ડી સામે આ જવાબ સાથે અદાણી ગ્રૂપે સવાલો પણ ઉઠાવ્યા છે.
અદાણી ગ્રૂપે પાઠવેલા વિગતવાર વળતા જવાબમાં તેના શાસનના ધોરણો, વિશ્વશનીયતા, ક્રેડિટપાત્રતા, શ્રેષ્ઠ વ્યવહારો, પારદર્શક આચરણ, નાણાકીય બાબતો અને કામગીરીનો દેખાવ તથા કાર્યદક્ષતા જેવી બાબતો આવરી લેવામાં આવી છે. હિંડનબર્ગનો અહેવાલ અમારા શેરધારકો અને જાહેર રોકાણકારોના ભોગે નફો તારવી લેવાના સ્પષ્ટ હેતુ સાથે બનાવવામાં આવ્યો છે. તેના અહેવાલનો હેતુ ના તો “સ્વતંત્ર” છે કે ન તો “તટસ્થ’’ બલ્કે તે એક ચાલાકીભર્યો દસ્તાવેજ છે જે હિતોના ટકરાવથી પ્રેરીત અને તેનો ઇરાદો માત્ર ખોટો ફાયદો ઉઠાવવા અને સિક્યોરિટીઝમાં જુઠા બજારનું સર્જન કરી ગલત લાભ રળી લેવાનો છે, જે સ્પષ્ટ રીતે ભારતીય કાયદા હેઠળ સિક્યોરિટીઝ છેતરપિંડીનું જાળું રચે છે. એ ઉલ્લેખનીય છે કે હિન્ડેનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા ૮૮ પ્રશ્નો પૈકી ૬૫ એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જેની હકીકતો અદાણી પોર્ટફોલિઓ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત વાર્ષિક અહેવાલોમાં જાહેર કર્યો છે વખતોવખત ઓફર કરવામાં આવતા સ્ટોક એક્ષચેંજ ડિસ્ક્લોઝર મેમોરેન્ડમ્સ,નાણાકીય નિવેદનો તેઓની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ૧૮ પ્રશ્નો જાહેર શેરધારકો અને થર્ડ પાર્ટીને લગતા છે.(અદાણી પોર્ટફોલિઓ કંપનીઓ સંબંધિત નથી), જ્યારે બાકીના પાંચ આક્ષેપો તથ્ય વિહોણા અને કાલ્પનિક રસમો છે. ત્યારે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે હિંડનબર્ગે રોકાણકારોના ભોગે તેના ટુંકા સોદાઓના વેપારમાંથી લાભ ઉઠાવવાના બદઇરાદાથી તેના લક્ષિત વર્ગનું ધ્યાન ભટકાવવા માટે આ સવાલો ઉઠાવ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.