
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તુટવાના કેસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તુટવાના કેસમાં ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે તપાસ કરી છે. જેમાં મોડી રાત્રે ટીમોએ તપાસ હાથ ધરી હતી. બ્રિજ તુટવાના કારણો અંગે તપાસ કરાઇઆર એન્ડ બી વિભાગની ટીમ રિપોર્ટ સરકારને સોંપશે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે અને તાપસનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે. આ અધિક્ષક ઇજનેરઓ પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.