ડીસામાંથી બે વર્ષથી નાસતા-ફરતા હત્યાનો આરોપી ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સૂચનાથી બનાસકાંઠા એસઓજીની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી તે દરમિયાન ગઈકાલે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ હત્યાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા એક શખ્સને શહેરની પિંક સીટી વિસ્તારમાંથી વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે આ આરોપીને તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પો.ઇન્સ ડી. આર.ગઢવી પો.સબ.ઇન્સ એમ.કે. ઝાલા અને એચ.એલ.જાેષી માર્ગદર્શન હેઠળ ગિરીશભારથી, વનરાજસિંહ, વિનોદભાઈ તથા બેચરભાઈ સહિતની ટિમ ગઈકાલે ડીસા શહેર વિસ્તારમાં પેરોલ/ફર્લો ફરારી તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.દરમ્યાન ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસ મથકે લોડાઈ હત્યાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી વસંતસિંહ રૂપસિંહ વાઘેલા રહે. ભડથ તા. ડીસાવાળાને શહેરની પિંક સિટી સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી કરવા માટે આરોપીને ડીસ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.