
અંબાજીમાં ચોરીના બે મોબાઈલ સાથે આરોપીની અટકાયત
બનાસકાંઠા એલ.સી.બી. પાલનપુરની ટીમ દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બે વર્ષ અગાઉ બનેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડ્યો છે. આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે અંબાજી ગબ્બર રોડ ઢાળ ઉપરથી તીનખા રૂપાભાઇ ડુંગાઇચા (રહે.ગામ.વિરમવેરી પોસ્ટ.સેબલપાણી તા.દાંતા) ને પકડી લીધો હતો. જેની પાસેથી બે મોબાઇલ ફોન મળી આવેલા જેના બિલ તથા આધાર પુરાવા માગતા તેની પાસે નહતા. જે બે મોબાઇલ પૈકી એક રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા બીજો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે બંન્ને મોબાઇલ ફોનની કિંમત રૂ.૧૬,૦૦૦/- ની ગણી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી અંબાજી પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.