બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં આકસ્મિક પલટો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, 

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ચોમાશુ ઋતુની વિધિવત વિદાય થતા શિયાળુ ઋતુ શરૂ થાય તે પહેલાજ હવામાનમાં આકસ્મિક પલટો આવતા આકાશમાં વાદળો છવાતા ખેડૂત વર્ગમાં ઉચાટ ઉભો થયો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં વરસાદ નવી મૌસમી સિસ્ટમ સક્રિય થતાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પણ રવિવારની વહેલી સવારથી આકાશમાં વાદળો છવાતાં હવામાનમાં આકસ્મિક પલટો આવ્યો છે. જેને લઇ ખેડૂત વર્ગમાં ઉચાટ જાેવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં મોટેભાગે અત્યારે સીઝન લેવાની કામગીરી ચાલી રહી છે અને ખેતરોમાં ઉભો પાક પથરાયો છે મગફળી સહિતના પાકો ખેતરમાં પડ્યા છે તેવા સમયે હવામાન માં બદલાવ થતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી ગઇ છે જાે કે નવી સર્જાયેલી વરસાદી સિસ્ટમ ની અસર ગુજરાતમાં ઓછી થવાની શક્યતા રહેલી છે.

રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ થયાના અહેવાલ
બદલાયેલા વાતાવરણ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાડોશી રાજ્ય રાજસ્થાનના દક્ષિણ પૂર્વના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે.

દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ
દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થતા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં દેશના ઉત્તરી મેદાની રાજયો તથા મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદી સિસ્ટમને લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે હવામાનમાં પલ્ટો : હવામાન નિષ્ણાતો
આ અંગે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને પગલે ગુજરાતમાં કેટલાક ભાગોમાં હવામાનમાં આકસ્મિક પલટો જાેવા મળી રહ્યો છે પરંતુ આ સિસ્ટમને લઈ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ ઓછી છે.

બનાસકાંઠામાં કમોસમી માવઠું થાય તો ખેતીના પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ
આ બાબતે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યારે ચોમાસુ સિઝનના પાકો લેવાની કામગીરી શરૂ થઈ છે જેમાં ખાસ કરીને ડીસા તાલુકામાં મગફળીનો પાક લેવાઈ રહ્યો છે તેવા સમયે હવામાનમાં આવેલા પલટાથી જાે કમોસમી માવઠું થાય તો ખેતીના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ રહેલી છે.

રાત્રે ઠંડી અને દિવસે ગરમીને લઈ મિશ્ર ઋતુનો પ્રભાવ
છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી ના સમયે ઠંડીનો ચમકારો જાેવા મળ્યો છે અને દિવસે ઉકળાટ અને ગરમી છે ત્યારે મિશ્ર ઋતુ જાેવા મળી રહી છે પરંતુ અનેક રાજ્યોમાં વરસાદી માહોલના ગલે આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.