ધાનેરા તાલુકાના જનાલી ગામ ખાતે 45 વર્ષ બોર ઓપરેટર નું અકસ્માતે નિધન
ધાનેરા તાલુકાના જનાલી ગામે ગત રાત્રિ એ દુઃખત ઘટના બની છે. જનાલી ગ્રામ પંચાયત મા બોર ઓપરેટર નું કામ કરતા ડાયા ભાઈ બોચીયા નું નિધન થયું છે.રાત્રી ના સમય દરમિયાન ગામ મા આવેલા બોરવેલ ની નાનકડી કુંડી ના વાલ ને ચાલુ કે બંધ કરવા જતાં ડાયા ભાઈ કુંડી મો પડી જતો માથા નાં ભાગે ગંભીર ઈજાઓ થતો ડાયા ભાઈ નું મોત થયું છે.સવાર ના સમયે ગ્રામજનો ની નજર ડાયા ભાઈ ભાઈ ના મૃતદેહ પર પડતાં સ્થાનિક લોકો એ ધાનેરા પોલીસ ને જાણ કરી હતી.ધાનેરા પોલીસ એ ઘટના સ્થળ પર પહોંચી મૃતક ડાયા ભાઈ મૃતદેહ ને ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.આખા ગામ ને પાણી આપનાર ડાયા ભાઈ નું નિધન થતાં પરિવાર તેમજ ગામ મા શોક વ્યાપી ગયો હતો.