ડીસાના માલગઢ પાટીયા નજીક આઇસરને પાછળથી ટર્બોએ ટક્કર મારતા અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા 202

(રખેવાળ ન્યૂઝ)વડાવલ,
ડીસા ભીલડી રોડ ઉપર માલગઢ ગામના પાટિયા નજીક બપોરના સમયે આગળ જતા આઇસર ને પાછળ આવી રહેલા ટર્બો એક જાેરદાર ટક્કર મારતા અકસ્માત નો બનાવ બન્યો હતો.
આ અંગે ની મળતી માહિતી અનુસાર મુજબ ડીસા થી ભીલડી તરફ સિમેન્ટ ભરી જતાં આઇસર બ્રેક ડાઉન થતાં માલગઢ પાટિયા નજીક રોડ ઉભું હતું તે દરમિયાન ડીસા તરફથી કપચી ભરેલ ટ્રબો અચાનક આઇસર પાછળ ઘુસી જતા ડમ્ફર ના આગળના ભાગ નું કેબિન નો ભાગ કચ્ચરઘાણ ઉડી ગયું હતું અને સિમેન્ટ ની થેલીઓ તુટી જતાં રોડ પર વિખેરાઇ હતી બન્ને વાહનો ના અકસ્માતમાં ટર્બો ના ડ્રાઇવર ને જી.સી.બી ની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો ડ્રાઇવર ને માથા ના ભાગે અને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં ડીસા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જાેકે અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી પરંતુ બન્ને વાહનો ને મોટું નુકસાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.