પાલનપુર-ડીસા હાઇવે પર અકસ્માત : બાઈક સવારનું મોત
આજ રોજ પાલનપુર-ડીસા હાઈવે ઉપર કુસકલ પાટીયા નજીક મેઘરાજભાઈ ગોળ પોતાની મોટર સાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. જે સમય દરમિયાન ઈક્કો ગાડી ચાલકે પૂરઝડપે ચલાવી મોટરસાયકલને ટક્કર મારતા મેઘરાજભાઈ રોડ ઉપર પટકાયા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. ઇક્કો ચાલક અકસ્માત સર્જી ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ ગઢ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ પરિવારજનોએ ઇજાગ્રસ્તને પ્રાઇવેટ ગાડીમાં ચંડીસર સીએચસી સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે મરણ જાહેર કરેલ જેથી તેમના મૃતદેહને સીએચસી ચંડીસર ખાતે ખસેડી ગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.