અકસ્માત : ડીસા ભીલડી હાઇવે પર વાધપુરા નજીક રીક્ષા અને ઇકો વચ્ચે ટક્કર
રોગ સાઇડે આવતી રીક્ષા સાથે ઇકો ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો
રીક્ષા ચાલકને ઇજા થતાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | બન્ને વાહનો ને મોટું નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનો ને લઇ અકસ્માત નું પ્રમાણ દીન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે રવિવારના સાંજના ડીસા ભીલડી હાઇવે પર વાધપુરા ના પાટીયા નજીક રીક્ષા અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક ને ઇજાઓ થતાં ૧૦૮ વાહન મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભીલડી થી ડીસા તરફ ઇકો જઈ રહી હતી તે દરમિયાન સામે થી રોગ સાઇડે આવતી રીક્ષા ને વાધપુરા વળાંક નજીક ધડાકાભેર અથડાતાં રીક્ષા પલ્ટી ખાઇ હતી જ્યારે ઇકો રોડ ની સાઇડ માં નીચે ઉતરી જવા પામી હતી અકસ્માત ને લઇ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અકસ્માત માં રીક્ષા પાલકની સામાન્ય ઈજાઓ થતા ૧૦૮ વાહન ને જાણ કરતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર રોગ સાઇડે આવતા વાહનો ને લઇ વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટી પણ આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ છે.