
થરાદ-સાંચોર હાઈવે પર મિયાલ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : બે લોકોના ઘટનાસ્થળે જ મોત
થરાદ સાંચોર હાઈવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલક ની બેદરકારી કારણે ગાડીને ટક્કર મારતા ગાડીનો આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા.કારમાં સવાર કુલ ત્રણ માંથી બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા એક ઘાયલ થતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે થરાદ-સાચોર હાઇવે પર એક ટ્રક ચાલકે મિયાલ ગામ નજીક ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ગાડીમાં સવાર ત્રણ લોકોમાંથી બે ના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો સ્થાનિક લોકો પહોંચી પોલીસને જાણ કરતા થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આગળ ની તપાસ હાથ ધરી છે.