ડીસાના ભોંયણ નજીક ચાર વાહન વચ્ચે અકસ્માત, ત્રણ જીવતા ભૂંજાયાની આશંકા

ગુજરાત
ગુજરાત

ડીસા-પાલનપુર હાઇવે ભોંયણ નજીક પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં ત્રણ જીવતા ભૂંજાયાની આશંકા છે.

ડીસા-પાલનપુર હાઇવે ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી.

અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં જ ફસાયા છે. અકસ્માતમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવ્યા હોય એવી આશંકા સેવાઈ રહી છે. જોકે રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.