વડગામ તાલુકામાં ‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાન વેગવંતુ

બનાસકાંઠા
બનાસકાંઠા 75

રખેવાળ ન્યુઝ વડગામ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જન ભાગીદારીથી પ્રારંભ થયો છે,તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા (કોદરામ) એ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતીમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે,જે સંદર્ભે વડગામ તાલુકાની પંચાયત દીઠ એક કોવિડ કેર સેન્ટર ઉભુ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. 

પાયાની સવલતો ઉપલબ્ધ…
કોરોના મુકત ગામ બને સાથોસાથ ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા જિલ્લા આરોગ્ય વિભાગ પ્રયત્નશીલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.