લાખણી તાલુકાના આગથળા ગામે બાવળ કટિંગ અને ગ્રામ સફાઇ કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે લાખણી તાલુકાના આગથળા ગામે બાવળ કટિંગ અને ગ્રામ સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઇને જેસીબી દ્વારા પોતાના ગામમાં નડતરરૂપ બાવળોને દૂર કર્યા હતા અને રસ્તાની બંન્ને બાજુના બાવળોને કટિંગ કરીને ગામના મુખ્ય રસ્તા અને શેરીઓને સ્વચ્છ બનાવવામાં આવી હતી.


લોકો સ્વચ્છતાના આગ્રહી બનીને પોતાના ગામ, નગરને સ્વચ્છ રાખે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બે મહિના સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્ણય લેતાં આજે ગામે ગામ સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઇને સ્વચ્છતાનું પવિત્ર કામ કરી રહ્યા છે. આ અભિયાનથી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે ખુબ સારી જાગૃતિ આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.