વાવ તાલુકા પંચાયતને તાળા બંધી અગાઉ ટી.ડી.ઓ.ની ગેરહાજરી ચર્ચાના એરણે ચડી
ટી.ડી.ઓ. ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ કરે છે : નરસિંહભાઈ સોલંકી,બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાશાસ્ત્રી નરસિંહભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વાવ તાલુકા પંચાયતમાં રાજ્ય સરકાર તરફથી ગ્રામ પંચાયતોના વિકાસ માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટ આવે છે. જે ગ્રાન્ટની ફાળવણી તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. એ કરવાની હોય છે. પરંતુ ટી.ડી.ઓ. આ વિકાસની ગ્રાન્ટ ફાળવવવામાં ભેદ ભાવ કરે છે. કોંગ્રેસની વિચાર ધારા ધરાવતા સરપંચોને ગ્રાન્ટ ઓછી અપાય છે. જયારે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી ધરાવતા સરપંચોને ભરપૂર ગ્રાન્ટ આપવામાં આવે છે.
આ બાબતે યુવા ધારા શાસ્ત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ સોલંકીએ બે દિવસ અગાઉ ટી.ડી.ઓ. ને તેમજ મીડિયાને સોસીયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ટી. ડી.ઓ. ના અન્યાયના મુદ્દે અમો તા.11.7.2024 ના રોજ બપોરે 1.30 કલાકે કચેરીને તાળા બંધી કરીશુ અને વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરીશું પરંતુ કચેરીને તાળા બંધી કરે તેની ગંધ મહિલા ટી.ડી.ઓ. ને આવી જતા તેઓની કચેરીમાં જોવા મળતી ગેર હાજરી ચર્ચાના એરણે ચડી હતી.
આ બાબતે યુવા ધારાશાસ્ત્રી નરસિંહભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વાવ ટી.ડી.ઓ. જે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ -ભાજપની રાજ નીતિ રમે છે તે હું બંધ કરાવીને રહીશ. ફરી પાછો નવો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરીશુ.