પાલનપુરના ચંડીસરમાંથી અમદાવાદ હત્યાનો ફરાર આરોપી પકડાયો
ગઢ પોલીસે આરોપી અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી: પાલનપુર તાલુકાના ગઢ પોલીસની ટીમ દ્વારા અમદાવાદના શાહીબાગ પોલીસ મથકના મર્ડરના ફરાર આરોપીને બાતમી આધારે ચંડીસર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
ગઢ પોલીસ નાસતા ફરતા આરોપીઓની શોધ ખોળમાં હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળેલી કે, અમદાવાદ શાહીબાગ પોલીસ મથકમાં મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપી મનીષ વિઠ્ઠલભાઈ પટણી ચંડીસર વિસ્તારમાં છે. જે આધારે પોલીસે આરોપીને ચંડીસર ગામ નજીકથી ઝડપી પાડી અમદાવાદ શાહીબાગ પોલીસને સોંપવા આગળની તજવીજ હાથ ધરી છે. આ અંગે ગઢ પીઆઈ કે. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, નાસતા ફરતા આરોપીઓને ઝડપવા ડ્રાઇવ ચાલુ હતી. જે દરમિયાન અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાનો આરોપી બાતમી આધારે ગઢ પોલીસ મથકના ચંડીસર વિસ્તામાં હોવાની જાણ થતાં ગઢ પોલીસ તપાસમાં હતી અને આજે તેને ઝડપી પાડ્યો છે. જે બાદ અમદાવાદ પોલીસને જાણ કરેલ છે.
Tags Absconding Chandisar murder