
રાજસ્થાનના કિશનગઢ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે પાલનપુરથી ઝડપી પાડ્યો
રાજસ્થાનના કિશનગઢ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી નાસતા ફરતા આરોપી કાનજીભાઈ સોલંકીને પેરોલ ફર્લો સ્કોડની ટીમે બાતમી હકીકતના આધારે પાલનપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને પશ્ચિમ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરાઈ છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલી સૂચના અંતર્ગત જે.જી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં દરમિયાન ટીમને મળેલ ખાનગી હકીકત આધારે રાજસ્થાન રાજ્યના કિશનગઢ પોલીસ સ્ટેશનના ગુનાના નાસતા ફરતા આરોપી કાનજીભાઈ ભુરાભાઈ સોલંકી રહે.ભરડવા સુઈગામ વાળાને પાલનપુરથી પકડી પાડ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી કરવા સારું પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપી આંગળની તપાસ હાથ ધરી છે.