થરાદના સિધોતરા ગામના યુવકનું ઝટકા મશીનમાંથી લાગેલા કરંટથી મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના ઉંટવેલીયા ગામમાં ખેતરમાં ઝટકા મશીનથી લાગેલા વિજ કરંટથી પડોશી યુવકનું મોતનિપજતાં અરેરાટી પ્રસરવા પામી હતી. થરાદ પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી. જાે કે રેકર્ડ પર આ બાબતે કોઇ કાર્યવાહી થવા પામી ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ય માહિતી મુજબ થરાદના સિધોતરા ગામની સીમમાં જગદીશભાઈ પ્રધાનજી ઠાકોર રહે છે. જેમની ખેતર પડોશમાં જ ઉંટવલીયા ગામની સીમમાં ચેલાભાઈ મોતીભાઈ પ્રજાપતિના ખેતર આવેલું છે. જેમાં પશુઓથી રક્ષણ મેળવવા માટે ગોઠવવામાં આવેલા ઝટકા
મશીનથી કરંટ લાગવાના કારણે બુધવારની રાત્રિના સુમારે યુવક જગદીશભાઇ મૃત્યુ પામ્યા હતા.આ બાબતની ગુરુવારની સવારે
પરિવારને જાણ થવા પામી હતી. આથી થરાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ પર દોડી હતી.. જાે કે બનાવ અંગે રેકર્ડ પર કોઇ નોંધ થવા પામી ન હતી. આ અંગે પીઆઇ જેબી ચૌધરીએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે સમાધાન થતાં ફરિયાદીના પિતાએ કોઇપણ પોલીસ કાર્યવાહી કરવાનો ઇન્કારકર્યો હતો. આથી રેકર્ડ પર કોઇ નોંધ થવા પામી ન હતી.જાે કેઆ બનાવને પગલે પંથકમાં
અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.