કાંકરેજના રૂની ગામના યુવકે પોતાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો
કાંકરેજ તાલુકાના રૂની ગામના એક નવયુવાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. યુવક પોતાના જન્મદિવસ નિમિતે બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામ ના યુવાનો સહીત આજુબાજુના લોકો પણ જોડાયા હતા.
કાંકરેજ તાલુકાના રૂની ગામના યુવકે પોતાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને આ યુવાનની જન્મદિવસની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલીકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા સદારામ બ્લડ સેવા સમિતિ, થરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભાભર. જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સહીત મોટી સંખ્યામાં યુવાનો સહીત મહિલાઓ હાજર રહ્યા હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશો પાઠવ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પમાં 100 કરતા વધારે બ્લડ એકત્ર કરી થેરેસેમીયા ગ્રસ્ત બાળકો ઉપયોગમાં આવશે.