બનાસકાંઠા ના યુવકે ટીમ સાથે માઉન્ટ લેંગડીજોંગ 5200 મીટર હિમાલય નું ઊંચું શિખર સર કરી ભારતીય તિરંગો લહેરાવ્યો
બનાસકાંઠા ના પાંથાવાડા ખાતે રહેતા સામાન્ય પરિવારના વિદ્યાર્થી પરાડીયા સુરેશકુમાર કરસનભાઈ એ તિરૂપતિ બાલાજી કૉલેજ પાંથાવાડા થી ગ્રેજ્યુએટ શિક્ષણ પૂર્ણ કરી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરી માઉન્ટ આબુ ખાતે કોચિંગ કર્યા બાદ હિમાલય એકસપીડીસન માટે પરીક્ષા આપી હતી. જેમાં કવોલિફાઇડ થયા બાદ ગુજરાત ના 10 યુવકો ની ટીમ મા પસંદગી પામ્યા હતા. જે ટીમ S.V.I.M. સાથે હિમાલય ની ગિરિમાળાઓ મા આવેલ 5200 મીટર ની ઊંચાઈ પર આવેલ માઉન્ટ લેંગડીજોંગ શિખર સર કરી ભારત નો તિરંગો લહેરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે માઉંટેનીંગ દરમિયાન વાતાવરણીય દબાણ, વરસાદ, પવન, સ્નોફોલ, ઓક્સિજન ની કમી વિગેરે જેવા ખતરાઓ નો સામનો કરવો પડે છે જે માટે અગાઉ થી ટ્રેનરો ને તાલીમ આપવામાં આવે છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત માંથી મુળ બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ના સુરેશ પરાડીયા એ ખતરાઓ નો સામનો કરી જીવ ના જોખમે આટલી ગગનચુંબી ઊંચાઈ પર પહોંચી પાંથાવાડા ગામ નુ નામ રોશન કર્યું છે.