
કાંકરેજના ઉંબરી નજીક પિકઅપ ડાલામાં બેઠેલા યુવાનનો હાથ કપાયો
કાંકરેજના ઉંબરી નજીક વાહનમા મુસાફરી સમયે ક્યાંક સામાન્ય ભૂલ ભારે પડી શકે તેવી લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી છે. પિકઅપ ડાલામાં બેઠેલ એક વ્યક્તિનો હાથ કપાયો છે. મુસાફરી સમયે પિકઅપ ડાલાની બહાર હાથ કાઢીને બેસેલા વ્યક્તિને હાથ ખોવાનો વારો આવ્યો હતો. પિકઅપ ડાલું અને ટ્રક સામસામે નજીકથી નીકળ્યા ત્યારે હાથ કપાતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સરવાર અર્થે પાટણ ખસેડાયો છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. જેમાં આજે કાંકરેજના ઉંબરી નજીક પીકઅપ ડાલામાં પાટણથી ભાભરના ઉંડાઇ ગામના પરિવાર સાથે જઈ રહેલા યુવાનનો મુસાફરી સમયે પીકઅપ ડાલાની બહાર હાથ કાઢીને બેસવું ભારે પડ્યું છે. પીકઅપ ડાલુ અને ટ્રક સામસામે નજીકથી નીકળતા તેનો હાથ બહાર હોવાથી કપાયો હતો.યુવાને બૂમાબૂમ કરતા પીકઅપ ડાલા ચાલાકે તાત્કાલિક ગાડી સાઈડમાં કરી લોહી લુહાણ હાથને જાેતા તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થ શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થ પાટણની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે .