
પાલનપુરમાં રીક્ષાની ટક્કરે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ
પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં રહેતો એક યુવક પોતાના બે મિત્ર સાથે પાલનપુરના ઇદગાહરોડ ખાતે રસ્તાની બાજુમાં ઉભો હતો. ત્યારે એક રીક્ષા ચાલકે ટક્કર મારતા બે યુવકો નીચે પટકાયા હતા. જેમાં એકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાલનપુરના ઇદગાહરોડ પાસે આવેલી જ્ઞાનમંદિર શાળા નજીક રસ્તાની બાજુ માં ભરતકુમાર રમેશભાઈ દરજી તેમજ આશિષભાઈ રાધાકિશન રાજાેરીયા અને અન્ય એક મિત્ર ઉભા હતા. ત્યારે અંબિકાનગર તરફથી આવી રહેલી એક રીક્ષાના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ભરતભાઈ અને આશિષભાઈને ટક્કર મારી હતી. જેમાં બન્ને રસ્તા પર પટકાયા હતા. જ્યાં આશિષભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાથી વધુ સારવાર અર્થે માવજત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આશિષ રાજાેરીયાનું મોત થયું હતું.