ચંડીસર બ્રિજ પાસે ટ્રેલર નીચે કચડાઈ જતા યુવકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર બ્રિજ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ટ્રેલર નીચે કચડાઈ જતા એક યુવકનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. ગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ચંડીસર બ્રિજ નજીક ટ્રેલર નીચે આવી જતા એક યુવકનું કચડાઇ જતા મોત નીપજ્યું હતું. ટ્રેલર ચાલકે બેદરકારી દાખવતા રાહદારીને યુવકને કચડયો હોવાનું મનાઇ રહ્યું છે. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ ગઢ પોલીસને જાણ કરતા ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી મૃતક ના મૃતદેહને પી.એમ અર્થે ચંડીસર સી.એચ.સી.માં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.