
હાથ સાથે હાથ બાંધીને થરાદની નર્મદા નહેરમાં યુવક અને યુવતીએ ઝંપલાવી દીધું
(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદ પંથકમાં ચકચાર મચાવનાર સમગ્ર ઘટનાની પ્રાપ્ય હકીકત મુજબ થરાદ તાલુકાના જમડા અને લુણાલ ગામના પુલ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં રવિવારે સવારના સુમારે એક યુવક અને યુવતીએ ઝંપલાવી દીધું હતું. આ ઘટના કોઈ રાહદારીએ જાેઈ જતાં અને મોટરસાયકલ નર્મદા નહેરના કિનારે પાર્ક કરેલું જાેઇને થરાદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી.
આથી ફાયર ઓફિસર વિરમ રાઠોડ અને તરવૈયાઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ૧૦ મિનિટ બાદ બંનેના હાથ સાથે હાથ બાંધેલા મૃતદેહો શોધી કાઢ્યા હતા. તેમજ આ અંગે થરાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
બંને પ્રેમીયુગલ હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. ઘટનાને પગલે કેનાલ ઉપરની સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ પણ દોડી આવી હતી.પોલીસ દ્વારા યુવકના કપડાંમાંથી મળેલા આધારકાર્ડના આધારે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
આધારકાર્ડ મુજબ યુવકનું નામ ચૌહાણ જાેરાભાઈ માનસિંગભાઈ ઉંમર વર્ષ આશરે ૪૦ રાછેણા તાલુકો વાવ,પરણિત જ્યારે યુવતીનું નામ ભગત ઈન્દ્રાબેન ગંગારામ ઉંમર વર્ષ આશરે ૨૦ અપરણિત રહે.વાડમ તાલુકો સાચોર રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું. પરિણીત યુવકને લગ્નજીવનમાં ચાર છોકરી અને એક છોકરો હતા. પોલીસ દ્વારા પોલીસ દ્વારા બંને મૃતદેહોનું સરકારી હોસ્પિટલમાં પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવ્યું હતું તેમજ વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા
પામી હતી.