પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

સમાજમાં લગ્નેતર સંબધો, ચારિર્ત્ય હનન અને આડા સંબંધોનો કરૂણ અંજામ આવતો હોય છે.ત્યારે લાખણી તાલુકાના નાંદલા ગામમાં આવેલ એક બંધ મકાનની ઓસરીમાં સળગી ગયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવેલ. જે બાબતે આડા સંબંધમાં હત્યા કરાઈ હોવાની મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. નાંદલા ગામે પટેલ પીરાભાઈ રૂપાજીના બંધ હાલતમાં આવેલ મકાનની ઓસરીમાં સળગી ગયેલી હાલતમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવતા મકાનમાલીક પીરાભાઈએ આગથળા પોલીસને જણાવેલ કે આ બંધ મકાનમાં બોરની મોટર બાંધવાનું કામ કરૂં છું. મારે ત્યાં મોટર બાંધવાનું કામ કરતા પ્રેમાભાઈ નાનજીભાઈ પટેલ કોઈ દિવસ મોડું થાય તો ત્યાં રોકાતા.પણ તે બે દીવસથી આવતા નહતા. જ્યારે મંગળવારે સવારે મારા બંધ મકાનની ઓસરીમાં સળગી ગયેલ લાશ પડી હોવાની જાણ થયેલ.બનાવ અંગે પ્રેમાભાઈના ભાઈઓ અને પરિવારને (નોખા રામપુરા તા. દિયોદર) ને પણ જાણ કરેલ પરંતુ લાશની ઓળખ ન થવાના કારણે ફરિયાદ નોંધાવેલ નહતી.જો કે પોલીસે તપાસ હાથ ધરી મૃતકની લાશ અમદાવાદ પી.એમ.માટે મોકલેલ. જેમાં પ્રેમાભાઈને પગમાં ફેક્ચર થયેલ હોઈ પગમાં નખાયેલ સ્ટીલના રોડ થકી ઓળખ થયેલ. પ્રેમાભાઈ દિયોદર તાલુકાના નોખા રામપુરા ગામનો હોવાનું અને ધાનેરા ખાતે પત્ની પુનમ અને બે બાળકો સાથે રહેતો હતો. જેમાં ૭ વર્ષનો પુત્ર અને ૫ વર્ષની પુત્રી છે. જ્યારે રાહ ગામના દેવા વેલાભાઈ કાંદળી (પટેલ) ડ્રાયવિગ કરતો હતો. તેને મૃતકની પત્ની સાથે આડા સબંધ હોવાના કારણે અડચણરૂપ બનતા પ્રેમાભાઈને છ એક માસથી પૂનમ અને દેવા પટેલ રસ્તામાંથી હટી જવા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા.અને ગત તા. ૩૦/૩૧ જાન્યુઆરીની રાતે પ્રેમાભાઈ નાંદલા ગામે પીરાભાઈ પટેલના બંધ મકાનની ઓસરીમાં સુઇ રહેલ હતા ત્યારે તેમને દાબી કોઈ પણ પ્રકારે બેહોશ કરી ગાદલા, કોથળા,પ્લાસ્ટિક જેવી ચીજો વડે શરીર ન ઓળખાય તે રીતે સળગાવી નાખ્યા હતા.
જે બાબતની મૃતકના ભાઈ જયરામભાઈએ મૃતકની પત્ની પૂનમ વજીર અને તેના પ્રેમી દેવા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગથળા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ. હત્યામાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી ખુલતા એલસીબી પોલીસે વિવિધ ટિમો બનાવી ફરાર થયેલા બન્નેની સઘન શોધખોળ આદરી હતી અને ભારે જહેમત બાદ બન્નેને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.