ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભને લઈ ગુજરાતમાં વાતાવરણમાં પલટાવ્યું
ડીસા સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠા જેવો માહોલ
વાતાવરણ બદલાતા ખેતીના પાકો પર પણ તેની અસર | મગફળી સહિતના પાકોમાં ઈયળોનુ ઉપદ્રવ્ય વધ્યું
એપ્રિલ મહિનામાં ૪ થી ૭ તારીખ અને ૧૦ થી ૧૨ તારીખ વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે : નિષ્ણાતો
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં ફરી એકવાર વાદળછાયુ વાતાવરણ સર્જાતા માવઠા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત તરફ આવી રહેલા વેસ્ટન ડીસ્ટર્બન્સ ના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે ઉનાળાની ધગધગતી ગરમી ની શરૂઆત વચ્ચે દેશના અનેક ભાગોમાં હવામાન બદલાયું છે જેના કારણે દેશના કેટલાક રાજ્યોમાં કમોઉ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે ત્યારે ડીસા સહિત જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બે દિવસથી દિવસ પર વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે ખેતીના પાકો ઉપર અસર થવાની શક્યતાઓને લઈ ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ સર્જાયો છે.
જો આ સમયે માવઠું થાય તો ખેતીના પાકો ઉપર વ્યાપક અસર થાય : ખેડૂતો આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ગુરૂવાર ની વહેલી સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાયા છે જેના કારણે માવઠું થાય તો બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી સહિત શક્કર ટેટી અને તરબૂચના મોટા પ્રમાણમાં થયેલા વાવેતરને મોટી અસર થઇ શકે છે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન ત્રણ વખત માવઠા થયા હતા. ક્યારે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવતા માવઠું થવાની દહેશતને લઈ ખેડૂતો ચિંતિત છે.
ડીસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એ મહત્તમ તાપમાનમાં 3:5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું પરંતુ ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 3.5 ડિગ્રી સાથે મોટો ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે ત્યારે ડીસાનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી થાય લઘુતમ તાપમાન 24.3 ડીગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 7 કિલોમીટર નોંધાઇ છે.
વાદળછાયા વાતાવરણ અને ગરમીમાં ઘટાડો નોંધાતા મગફળી સહિતના પાકોમાં ઈયળોનુ ઉપદ્રવ્ય વધ્યું:આ અંગે ડીસા તાલુકાના વડાવળ ગામના ખેડૂત તેજાભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયુ વાતાવરણ અને ગરમીમાં ઘટાડો નોંધાતા ઉનાળુ મગફળી સહિત બાજરીના પાકોમાં ઇયળો નું ઉપદ્રવ્ય જોવા મળી રહ્યું છે જેના રક્ષણ સામે અનેક ખેડૂતોએ દવાનો છંટકાવ પણ શરૂ કર્યો છે પરંતુ વાતાવરણની વિપરીત અસરના કારણે ઉનાળું સિઝનના ખેતીના પાકો ઉપર પણ તેની મોટી અસર વર્તાઈ રહી છે.
ઉનાળાની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ કેમ સર્જાયું: આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ ની સિસ્ટમ સર્જાતા તેની અસર ગુજરાત સુધી પહોંચતા રાજ્યના અનેક ભાગોમાં વાદળ થયું વાતાવરણ સર્જાયું છે જેમાં 4 થી 7 એપ્રિલ અને ત્યારબાદ 10 થી 12 એપ્રિલ દરમિયાન પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.