
દિયોદરના રવેલ ગામે સ્મશાન ભુમીમાં બનાવેલ પાણીની ટાંકી શોભાનો ગાંઠીયો
દિયોદર તાલુકાની રવેલ ગ્રામ પંચાયત દ્વારા ગામની સ્મશાન ભુમીમાં પાણીની પરબ બનાવાઈ છે. પણ તે પરબમા આજ દિન સુધી એક ટીપુ પાણીનું આવ્યું નથી અને પરબ ઉપર ધાબુ ભરવાના બદલે દેશી નળીયા નાખી દેવામાં આવ્યા છે. ત્યારે તાલુકાના એસઓ દ્વારા શું તપાસ કરી અને કેવી રીતે આવા હલકાં કામની ગ્રાન્ટ ઉપડી ? તેવો સવાલ કરી ગામ લોકોએ પરબના કામમાં વેઠ વળાઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ બાબતે બાહોશ જિલ્લા વિકાસ અધિકારી ગામની મુલાકાત લઈ ઘટતી તપાસ કરી કરાવે તો તાલુકા અને જીલ્લા લેવલ સુધી આચરાયેલ ગેરરીતિઓ ખુલ્લી પડે તેમ છે.