
ડીસામાં નેશનલ હાઇવેનું ‘મેન્ટેનન્સ’ ન થતા જાગૃત વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી
ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલિવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ નીચેના રસ્તાનો કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ ન કરાતા તેમજ રોડ પર અકસ્માતોની સંખ્યા વધતા ડીસાના જાગૃત વકીલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફટી કમિટીને નોટિસ પાઠવવામાં આવી છે. ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર વર્ષોથી ભારે ટ્રાફિક રહેતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. એલીવેટેડ ઓવરબ્રિજ બનતી વખતે નીચેના રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા.તેના પર કોન્ટ્રાક્ટરે રોડનું પેચ વર્ક અણધડ રીતે કરી નાખતા તેમજ હાલમાં પણ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ હોય અકસ્માતો થઈ રહયા છે. આ ઉપરાંત હાઇવે પર રખડતા ઢોરોની કારણે પણ સમસ્યાના કારણે પણ અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ રસ્તાની મેન્ટેન્ટ કરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપનીની હોય છે. તેમજ તેની દેખરેખ માટે ડિસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. જાેકે વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવેનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ ન થતા ડીસાના જાગૃત વકીલ ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ કંપની તેમજ રોડ સેફ્ટી કમિટીને એક માસ અગાઉ નોટિસ આપી મેન્ટેનન્સ કાર્ય કરવા જણાવ્યું હતું.આ અંગે એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે નોટિસ આપ્યાના એક માસ બાદ પણ માત્ર આ કમિટીના સભ્ય એવા ટ્રાફિક પોલીસ દ્વારા તેમનો જવાબ જ લેવામાં આવ્યો છે પણ મેન્ટેનન્સ તેમજ સમસ્યાના નિવારણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી હાલમાં રોડ એટલા ખતરનાક બની ગયા છે કે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલીવેટેડ ઓવરબ્રિજ બની ગયો છે. એલીવેટેડ ઓવરબ્રિજમાં બ્રિજની ઉપર અને નીચેના ભાગે સમાંતર ટ્રાફિક વહન થતું હોય છે.જેથી હવે નીચેના રસ્તાને નેશનલ હાઇવે માંથી ડી નોટીફાઈડ કરી નગરપાલિકા અથવા માર્ગ અને મકાન વિભાગ ખાતાને સોંપી દે તો યોગ્ય રીતે તેનું મેન્ટેનન્સ થઈ શકે તેમ છે.