વડગામના મુક્તેશ્વર ડેમ ઉપર મહાકાય મગર ટહેલવા નિકળ્યાનો વિડીયો વાયરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ધાન્ધારના વડગામ તાલુકામાંથી પસાર થતી લોક માતા સરસ્વતી નદી પર મૂકતેશ્વર જળાશય ડેમ બનાવવામાં આવ્યો છે. જેમાં ચોમેર અરવલ્લીની નયનરમ્ય પહાડીઓ અને પ્રાકૃતિક સૌંદર્યને લઈને ડેમ સાઇટ પ્રવાસન ધામરૂપે વિખ્યાત બની છે. ત્યારે ડેમ અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા તેમજ પાંડવોની ગુફા અને ચામુંડા માતાજીના દર્શનાર્થે બારેમાસ ભાવિકો સાથે પર્યટકોનો ઘસારો રહે છે. ચોમાસુ સિઝનમાં અહીં દરરોજ ડેમ સાઇટ નિહાળવા જન મેદની ઉમટી પડે છે. ત્યારે ડેમ કિનારે છવાયેલ ઘાસમાં એક મહાકાય મગર ટહેલવા નિકળતાં પ્રવાસીઓમાં ભયનો માહોલ છવાયો હતો. આજે મૂકતેશ્વર યાત્રાધામે આવેલ એક પ્રવાસીએ ટહેલવા નીકળેલા મગરનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતાં દોડધામ મચી જવા પામી હતી. જાેકે ઉપરવાસમાં આ વર્ષે વરસાદ થવાના કારણે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમ આસપાસમાં વસવાટ કરતા વન્યજીવો સાથે મગરો પણ અવારનવાર દેખા દે છે પણ મગરના વાયરલ થયેલા વીડિયોને લઈને હરકતમાં આવેલા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા છે અને અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને સતર્ક રહેવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. બિપરજાેય વાવાઝોડાના કારણે ઉપરવાસમાં મુશળધાર વરસાદ થતાં પ્રથમ વરસાદમાં જ મુક્તેશ્વર ડેમમાં નવા નિરની આવક થઈ હતી. તેથી ડેમની સપાટી ૧૯૪.૮૭ મીટરે પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી ૨૦૧.૬૫ મીટર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.