બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું ઢેલાણા ગામના પાણી બચાવવાનું અનોખુ અભિયાન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું ઢેલાણા ગામ તો અન્ય ગામો સમકક્ષ જ છે પરંતુ આ ગામના લોકોના વિચાર અનોખા છે… અને ગ્રામજનોના અનોખા વિચારે જ ઊભું કર્યું છે પાણી બચાવવાનું અનોખુ અભિયાન.. બનાસકાંઠાના આ ગામે વીજ મીટર,ગેસ મીટર બાદ હવે વોટર મીટર વસાવ્યા છે ગામના તમામ ઘરોને વોટર મીટરથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.મહત્વની વાત છે કે તંત્ર અને સરકાર વર્ષોથી જળ બચાવાવાના અભિયાન માટે અનેક કાર્યક્રમો કરી પાણીનો વેડફાટ અટકાવવાની મસ્ત મોટી વાતો તો કરે છે પરંતુ આ વાતો માત્ર વાતો ન બની રહે તેને લઈ ઢેલાણા ગામના લોકોએ આ અનોખું અભિયાન ઉપાડ્યું છે.1600થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 400 ઉપરાંત ઘરો આવેલા છે અને તમામ ઘરોમાં ગામના સ્થાનિક ગ્રામપંચાયત તંત્ર દ્વારા વોટર મીટર લગાવી દેવામાં આવ્યા છે જેથી હવે ગામમાં જે વ્યક્તિ જેટલા પાણીનો વપરાશ કરશે તેટલું તેને આર્થિક ટેક્સ ભરપાઈ કરવો પડશે.

જેને લઇ હવે ગામમાં પાણીનો થતો વેડફાટ અટક્યો છે અને લોકો પાણીનું મૂલ્ય સમજતા થયા છે..તો પહેલા ગામમાં 6 કલાક પાણી આપવામાં આવતું હતું છતાંય પાણી પૂરતું પડતું ન હતું પરંતુ જ્યારથી વોટર મિટર લગાવ્યા છે ત્યારથી ફક્ત દિવસમાં 2 કલાક પાણી અપાય છે તોય પાણી પૂરતું પહોંચી અને મળી રહ્યું છે.ઢેલાણા ગામના સરપંચ ટીનાબેન ચૌહાણ કહે છે કે, અમારા ગામમાં થતો પાણીનો વેડફાટ અટકાવવા અમે આ અભિયાન ઉપાડ્યું છે. બધાના ઘરે મીટર લાગ્યું છે હવે લોકો ટીપુ ટીપુ પાણી વિચારીને વાપરીએ છીએ.મહત્વની વાત છે કે ગામમાં 1000 લીટર પાણી વાપરનારે એક રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે… ટેક્સની સામાન્ય રકમ એટલે રખાઈ કે ગામમાં નાનામાં નાના વ્યક્તિ પાણીનો ટેક્સ ભરી શકે અને ગામના આ અનોખા અભિયાનમાં જોડાઈ શકે… જોકે સ્થાનિક તંત્ર દ્વારા લગાયેલા પાણીના મીટરને લોકો પણ વધાવી રહ્યા છે અને ગ્રામજનો કહી રહ્યા છે કે આ મીટર લાગવાથી અમારા ગામમાં થતો પાણીનો વેડફાટ તો અટક્યો જ છે પરંતુ વહેલી સવારે પાણી આવતા જ જે ગામમાં પાણીના વેડફાટના કારણે ખાબોચિયા સહિત પાણી ભરાઈ રહેતા હતા તે પણ હવે બંધ થયા છે.ઢેલાણા ગામના મહિલા સરપંચ દ્વારા કરાયેલો આ મહત્વનો નિર્ણય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.. અને હવે આસપાસના ગામના લોકો પણ આ મહિલા સરપંચના અભિયાનને જોવા પહોંચી રહ્યા છે અને મહિલા સરપંચના અભિયાનને વધાવી રહ્યા છે. સાથે જ ગામમાં લગાવાયેલા વોટર મીટરથી ઘણા ફાયદા થયા છે.

 

 

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.