પાલનપુર-આબુ હાઇવે પર રખડતા પશુને બચાવવા જતા ચાની પત્તી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ
પાલનપુર સાંઈ બાબા મંદિર પાસે ટ્રક પલટી ખાતા 2 ઘાયલ: પાલનપુર-આબુ હાઇવે પર સાંઈ બાબા મંદિર પાસે રોડ પર અચાનક પશુ આવી જતા પશુને બચાવવા જતા ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે ઈસમો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં સમયાંતરે રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે પાલનપુરના સાંઈ બાબા મંદિર નજીકથી પસાર થતા એક ટ્રક વચ્ચે અચાનક પશુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે પશુને બચાવવા જતા ટ્રક પલ્ટી મારતા ટ્રકમાં રહેલ ચા પત્તિ રોડ પર વેરાઈ હતી. જોકે, અકસ્માતના કારણે ટ્રક ચાલક અને તેના સાથે મિત્રને ગંભીર જાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક વેસ્ટ બંગાળ થી ચા પત્તી ભરી અને અમદાવાદ જઈ રહ્યો હતો. દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો.