થરાદની ખોડાચેકપોસ્ટેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદની ખોડાચેકપોસ્ટે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓએ વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાનથી લવાતા રૂ. ૪,૧૨,૦૪૮ ના વિદેશી દારૂના ૩૯૫૧ બોટલના જથ્થા સાથે કુલ ૧૪,૧૪,૭૪૮ લાખનો મુદ્દામાલ કબજે લઇ એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે મદદગાર સહિત બે સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની જીલ્લામાં દારૂની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવના માર્ગદર્શન મુજબ થરાદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.બી.ચૌધરી તથા દાનાભાઇ કમાભાઇ તથા ઉત્તમસિંહ તથા માનસંગભાઇ તથા નૈપાલસિંહ તથા સરદારસિંહ તથા રામજીભાઇ તથા ય્ઇડ્ઢ સભ્ય ચિરાગભાઇ સહિત સ્ટાફના માણસો સાથે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખોડા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરતા હતા.દરમ્યાન જુના જેવી ટ્રક નં.જીજે.૧ર.એટી.૬૮૭૫ ની આવતાં તેને ચેક કરતાં કેબીન અને ટોલીની વચ્ચેના ભાગે ચોરખાનું બનાવેલ હોઇ જેનું પતરૂં ઉંચું કરતા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫ પેટીમાં કુલ બોટલ નંગ ૩૬૦૦ તથા છુટી બોટલ નંગ ૩૫૧ મળી કુલ બોટલ નંગ ૩૯૫૧ કુલ કિ.રૂ. ૪,૧૨,૦૪૮ નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક કિ.રૂા ૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ કિ.રૂા.૫૦૦ તથા રોકડ રકમ રૂ.૨૨૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂા. ૧૪,૧૪,૭૪૮ નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ દારૂની હેરાફેરી કરતા શખસ ભલારામ જસારામ જાટ (ધત્તરવાલ) રહે.ખારીયાકિત્તા તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ભરાવનાર સહઆરોપી હીરસિંગ ચંદનસિંહ રાજપુત રહે.કલ્યાણપુર ચૌહટન (બાડમેર) વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.