ધુમ્મસ વચ્ચે ટ્રક ચાલકે રિક્ષામાં બેસવા જતાં યુવકને અડફેટે લેતા મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં બે દિવસ કમોસમી માવઠા બાદ આજે રહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતું. જેના કારણે વાહનચાલકોને વિઝીબિલિટી ઘટી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ગાઢ ધુમ્મસ કારણે ડીસા તાલુકાના જુનાડીસા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો.જેમ્સ મનીષ સરાણીયા નામનો ૧૮ વર્ષિય યુવક તેના ફઈના દીકરા ભાઈના ઘરે જઈ રહ્યો હતો અને તે રિક્ષામાં બેસવા જતા પુરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટ્રકના ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ તાલુકા પોલીસ દોડી આવી હતી અને હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત ગાડીઓને સાઈડમાં કરાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે આઇસર ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને અકસ્માત મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મૃતક મનીષ કમાભાઈ સરાણીયા જુનાડીસા ગામે જીવન જ્યોત સોસાયટીમાં રહેતો હતો. તેની માતા વિકલાંગ અને પિતા અસ્થિર મગજના છે. વળી પાંચ બહેનો વચ્ચે આ એકમાત્ર ભાઈ અને ઘરમાં કમાનાર પણ આ એકમાત્ર વ્યક્તિ હોવાથી પરિવારની તમામ જવાબદારી તેના માથે હતી. પરંતુ આજે અકસ્માતમાં ઘરમાં આધારસ્તંભ સમાન યુવાનનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.