
ભાભર રાધનપુર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો
ભાભર રાધનપુર હાઇવે ભાભર મામલતદાર કચેરી નજીક અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરતા બે ઇકોગાડી અને થરાદ શંખેશ્વર બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતાં અંદર બેઠેલા પેસેન્જરોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી સદનસીબે જાન હાની ટળી હતી અકસ્માત સર્જાતા લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયું હતું. અલ્ટો ગાડીનો ચાલક ગાડી લઈને નાસી ગયેલ આ બાબતે બસ ડ્રાઇવર અમરતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરી ઉભો થઇ જતાં પાછળ ભટકાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન બસ અને બંને ઇકો ગાડીઓને નુકસાન થવા પામ્યું છે.