બનાસકાંઠાના લાખણી અને અમીરગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

252 ખેડૂતોએ તાલીમ મેળવી:ખેડૂતો ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબધ્ધ બન્યા: ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે.હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતી થતા નુકસાનથી અવગત થઈ રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.  જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી નું સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવી રહી છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં રસ દાખવતા થયા છે.

આપણા માન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતો આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનુ આયોજન કરવામાં આવી રહેલ છે.

જે અંતર્ગત જિલ્લાના લાખણી તાલુકાના કાતરવા અને અમીરગઢ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરાયું હતું. અંદાજે ૨૫૨ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.જે ઝીન્દલ પ્રાકૃતિક ખેતીના પાંચે આયમો વિશે માર્ગદર્શન આપી જીવામૃત, બીજામૃત પર ભાર મુક્યો હતો. તાલીમ મેળવનાર ખેડૂતો ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબધ્ધ બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.