કાણોદર પાસેથી ઝડપાયેલા ગાંજાના જથ્થાનો રેલો સિદ્ધપુર પહોંચ્યો
પાલનપુરના કાણોદર નજીકથી રૂ.૩.૬૫ લાખની કિંમતના ગાંજા સાથે હરિયાણાનું દંપતિ ઝડપાયું હતું. જેઓની પૂછતાછ દરમિયાન રેલો સિદ્ધપુર પહોંચ્યો હતો. જ્યાં ગાંજાનો જથ્થો મંગાવનાર સિદ્ધપુરના યુવકની પણ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાણોદર નજીક પસાર થઈ રહેલી રિક્ષામાંથી રૂ.૩.૬૫ લાખના ૩૬ કિલો ગાંજા સાથે હરિયાણાનું દંપતિ ઝડપાયું હતું. જે દંપતિએ એસ.ઓ.જી. પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, આ ગાંજા નો જથ્થો સિધ્ધપુરના પંડિત નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. જેથી એસઓજી પોલીસે તપાસ કરતા આ શખ્સ કાણોદર હાઇવે બસ સ્ટેશન ચાર રસ્તા પાસે ગુના બાબતે ખાતરી તપાસ કરવા આવ્યો હોવાની બાતમી હકીકત આધારે પોલીસે ગાંજો મંગાવનાર દિવ્યકાન્તભાઈ ઉર્ફે લાલો નિરંજન ભાઈ બ્રાહ્મણ રહે. સિદ્ધપુર મહેતા ઓલનો માઢ તા. સિદ્ધપુર જિલ્લો પાટણને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.