
થરાદના ઇઢાટામાં જાગીરદાર સમાજ દ્વારા ટુર્નામેંટનું આયોજન કરાયુ
થરાદના ઇઢાટામાં જાગીરદાર સમાજ દ્વારા ત્રિ-દિવસીય કિક્રેટ ટુર્નામેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ગુરૂવારે થરાદ તાલુકા ભાજપ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તખતસિંહ ચૌહાણ સહિત જાગીર દાર સમાજના ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નેમુસિંહ અને રતનસિંહ કરી રહ્યા છે.
આ અંગે હિંદુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટુર્નામેટમાં ૧૪ જેટલી ટીમો ભાગ લેશે. જેમાં વિજેતા ટીમોને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.