
ગુજરાત નર્સિંગ કોલેજ ડીસા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો
તાલુકા હેલ્થ ઓફીસ ડીસામાં અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા મંગળવારે ગુજરાત નર્સિંગ કોલેજ ડીસામાં તમાકુ નિષેધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલની પ્રેરણાથી આયોજિત કાર્યક્રમમાં જિલ્લા એપેડેમિક ઓફિસર ડૉ.. જીજ્ઞેશ હરિયાણી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પી. એમ. ચૌધરીના સંકલન સાથે સોસિયલ વર્કર અનિલભાઈ રાવલ તેમજ કાઉન્સેલર નાંદોલિયા કામરઅલીએ વિદ્યાર્થીઓને પી. પી. ટી. ના માધ્યમથી તમાકુ સેવનથી થતી હાનીથી વાકેફ કર્યા હતા.
નિરંજનભાઈ અને અર્બન હેલ્થ સેન્ટર 2 ના આરોગ્ય સુપરવાઈઝર હરિસિંહજી ચૌહાણ દ્વારા આયોજિત તમાકુ નિયંત્રણ વકતૃત્વ સ્પર્ધામાં કુલ 08 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અનુક્રમે પ્રથમ નંબર પરમાર મુળીબેન, દ્વિતીય નંબર રણાવાંસિયા અજયકુમાર અને તૃતિય ક્રમ પુરોહિત સુરેખાબેને મેળવ્યો હતો.વિજેતા વિદ્યાર્થીઓને અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા ઇનામ આપીને તેમજ બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં હેલ્થ સ્ટાફ જયદીપ શેખલીયા, દશરથભાઈ દેસાઈ, આચાર્ય તથા તમામ અધ્યાપકોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં 170 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.