
થરાદની નર્મદા કેનાલ પર હંગામી પુલ બાંધીને રીએક્ટર પસાર કરાવાશે
(રખેવાળ ન્યૂઝ)થરાદ, દસ મહિના પહેલાં બાર દિવસ નર્મદાનું પાણી બંધ કરીને થરાદ નગરમાંથી રાજસ્થાન જતાં ઐતિહાસિક રિએક્ટર પસાર કરાવવામાં આવ્યાં હતાં.જાેકે ફરી એક વખત આવા જ પ્રકારનાં રિફાઇનરી માટેનાં એક બે નહીં પણ ૧૨ જેટલાં તબક્કાવાઇઝ પસાર કરવામાં આવી રહ્યા છે. જેના માટે નર્મદાની મુખ્ય નહેર પર અગાઉ બનાવવામાં આવ્યો હતો એ જ જગ્યાએ હંગામી પુલ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ રાહતની વાત એ છે કે આ વખતે નર્મદા નહેર બંધ કરવામાં આવનાર નથી.
આ અંગે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદા નહેર પર લોખંડનો પુલ બનાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. કેનાલની બંને સાઈડમાં હંગામી રોડ પણ બનાવવામાં આવ્યો છે. અને ૩૦૦ થી લઈને ૭૫૦ ટન સુધીના અલગ અલગ વજનના રીએક્ટર રાજસ્થાનના બાડમેર રાજ્યસરકારની ભાગીદારીવાળી રિફાઇનરી માટે લઇ જવા માટે એલએન્ડ ટી કંપની દ્વારા કેનાલ ઉપરથી પસાર કરીને લઇ જવાઇ રહ્યાં છે. જાેકે આ વખતે નર્મદા કેનાલ ૧૫ દિવસ સુધી રીપેરીંગની કામગીરીના કારણે બંધ રહેતાં કંપની દ્વારા પુલ સ્ટ્રક્ચર તૈયાર કરી દેવાયું હતું. તેમજ અત્યારે કેનાલમાં પાણી ચાલુ હોવા છતાં પણ શાંતિપૂર્ણ રીતે તેના પર વેલ્ડીંગ કરવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે
આ વખતે એક કરતાં વધારે વાહનો ગત ઓગસ્ટમાં જે રીતે પસાર કરાવાયાં હતાં એ જ પ્રકારે પસાર કરાવવા કેનાલની બાજુમાં જ હંગામી પુલ બનાવાયો હોવા છતાં પણ નર્મદા કેનાલ બંધ નહીં રહેતાં પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો.જાે કે વાહનો તબક્કાવાર પસાર કરાવનાર હોવાથી આ પુલ થોડા સમય માટે કેનાલ પર યથાવત રહેશે.અને અગાઉ રીએક્ટર પસાર કરાવવા માટે ૩૦૦ ટનનો પુલ બનાવનાર કંપનીએ એલએન્ડટી કંપનીને વેચાતો આપી દિધેલ હોઇ સરળતાથી રહી હતી. થરાદ થી ૪ કિલોમીટરના અંતરે વાહનો આવી ગયા હોઇ તેને તબક્કાવાર થરાદ શહેરમાંથી વીજ પુરવઠો બંધ કરીને તેમજ પોલીસના ટ્રાફિક નિયમન વચ્ચે પસાર કરાવવામાં આવનાર છે.તંત્ર દ્વારા વાહનો તૈયાર કરાવવાની તડામાર તૈયારી હાથ ધરાવવામાં આવી છે.