ડીસામાંથી એલસીબીની ટીમે એકટીવા ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બાઈક ચોરીના વધુ ભેદ ઉકેલાવાની શકયતા: બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડીસામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરની એકટીવા લઈ જતા એક શખ્સને રોકાવી પૂછપરછ કરતા તેની પાસે એકટીવા ચોરીની હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી છે.

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.જી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એસ.બી.રાજગોર, નરેશભાઈ ,રાજેશભાઈ મુકેશભાઈ પરમાર, અલ્પેશકુમાર સહિતની ટીમ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી  આધારે ડીસા ગાયત્રી મંદીર પાસે રોડ ઉપરથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનુ ગ્રે કલરના એક્ટીવા સાથે એક ઈસમને પકડેલ. જેના કબ્જાના એકટીવાની તપાસ કરતા જેની આગળ-પાછળ આરટીઓ નંબર ન હતો. જેથી એકટીવા ચાલક ભાયલાલ ઉર્ફે દડીયો માલાભાઈ રાવલ (ઉ.વ.૧૯ રહે.ડીસા બેકરી કુવા વ્હોળા તા.ડીસા જી.બનાસકાંઠા) પાસે એકટીવા ગાડીના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હોઇ વધુ કડક પુછપરછ કરતા આ એક્ટીવા આઠેક દિવસ અગાઉ ડીસા બેકરી કુવા વ્હોળામાંથી ચોરી કરેલાનું જણાવેલ. જે એકટીવા બાબતે ખાત્રી તપાસ કરતા ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.૧૧૧૯૫૦૧૬૨૪૦૩૭૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો. જે એકટીવાની કિંમત રૂ.૧૫,૦૦૦/- ગણી બીએનએસએસ કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી એકટીવાના ચાલક ઈસમને બીએનએસએસ કલમ ૩૫ (૧) (ઈ) મુજબ અટક કરી ડીસા ઉત્તર પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ચોરીના વધુ ભેદ ઉકેલાવાની શકયતા વ્યક્ત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.