થરાદ શહેર બાદ ગામડામાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના કરબૂણ ગામે ગુરૂકૃપા ટ્રેડસના માલિકના ખેતરમાં રાખેલ ખાતરના જથ્થા પર ખેતીવાડી વિભાગની ટીમ ત્રાટકી હતી અને શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડી શિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ શહેરમાં હાઇવે પર આવેલ એગ્રોની દુકાનના ગોડાઉનમાંથી બે દિવસ પહેલા ડીએપી ખાતર શંકાસ્પદ ઝડપાયો હતો. જેને ખેતીવાડી અધિકારી દ્વારા સેમ્પલ લઈ ગોડાઉનને શીલ કરવામાં આવ્યું હતું. જેના બાદ આજરોજ બાતમીના આધારે થરાદ તાલુકાના કરબૂણ ગામે ખેતીવાડી વિભાગને ખાનગી બાતમી મળી હતી કે ખેતરમાં શંકાસ્પદ ખાતર પડ્યો છે.

જેને પગલે બે ટીમો બનાવી કરબૂણ ગામે પટેલ અજાભાઇના ખેતરમાં રેઇડ કરી હતી અને શંકાસ્પદ ડીએપીનો જથ્થો જોવા મળતા ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં 116 જેટલી થેલીઓ શંકાસ્પદ ખાતરની મળી આવી હતી. જે જથ્થાના ખેતીવાડી વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને શંકાસ્પદ ખાતરના જથ્થાને શીલ કરવામાં આવ્યો હતો.

નાયબ ખેતીવાડી નિયામક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમને થરાદ તાલુકાના કરબૂણ ગામે શંકાસ્પદ ડીએપીનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે અમે થરાદના કરબૂણ ગામે ખેતરમાં પટેલ અજાભાઇને ત્યાં તપાસ કરતાં ખેતરમાંથી 116 જેટલી ડીએપી ખાતરની શંકાસ્પદ આરપીએફ કંપની થેલીઓ મળી આવી હતી. જે અસલી છે કે નકલી જે બાબતે અમે સેમ્પલ લેવામાં આવ્યાં છે અને અમારી ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલી આપીશું. સેમ્પલના રીજન્ટ આવ્યાં બાદ જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ કાર્યવાહી કરીશું.

જે જથ્થો અમને મળી આવેલ છે તે 116 જેટલી બેટને અમે સીલ કરેલ છે.

જોકે આ ખેડૂતના ખેતરમાં ખાતર ક્યાંથી આવ્યો કોણે મોકલ્યો છે. બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે અને આવા ડુપ્લીકેટ ખાતરનું વેચાણ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી ખેડૂતોમાં માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.