
માહીના વિદ્યાર્થીએ હિન્દી ભાષામાં પ્રથમ ક્રમાંક મેળવતા મેડલ એનાયત કરાયો
વડગામ તાલુકાના માહી ગામનો વિદ્યાર્થી અજય સોલંકી સિધ્ધપુર ખાતે આવેલ ગોકુલ ગ્લોબલ સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે આ વિદ્યાર્થીએ મહાત્મા ગાંધી રાજભાષા હિન્દી પ્રચાર સંસ્થા પુના દ્વારા લેવાયેલ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થતા શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું હતું.
ત્યારે સંસ્થા દ્વારા વિધાર્થીને મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ અજયને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.