ડીસાના કાંટ રોડ પર ટેન્કર નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના કાંટ રોડ પર એરપોર્ટ નજીક આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજયું હતું. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસાના કાંટ રોડ ઉપર આવેલ કલાપી નગર સોસાયટીમાં રહેતા મોતીજી પ્રજાપતિનો એકનો એક પુત્ર મનસુખ પ્રજાપતિ અને તેની બહેન સાયકલ લઇને શાળાએ જઇ રહ્યો હતો.ભાઈ અને બહેન એરપોર્ટ પાસેથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી ભાઈ બહેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કરના ટાયરની નીચે મનસુખ આવી જતા ૨૦ ફૂટ ઢસડાયો હતો. અને ટાયર નીચે આવી જતા તેની ખોપડી ફાટી જતા તેનું ઘટના કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બહેનનો આબાદ બચાવ થયો હતો. ભાઈનું કમકમાટી ભર્યું મોત જાેઈ બહેન ત્યાં બેભાન થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોના ટોળેટોળા આવી ટેન્કરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.જાે કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર મનસુખ બે બહેનો વચ્ચે એક માત્ર ભાઈ હતો.મનસુખ ડીસાની મોર્ડન સ્કૂલમાં ધોરણ ૮ મા અભ્યાસ કરતો હતો.તેના અચાનક મૃત્યુથી પરિવાર જનોના કલ્પાંતથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.ડીસા ઉત્તર પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.