ધાનેરાની વાછડાલ દૂધ મંડળીનો વિવાદ છંછેડાતા પશુપાલકોની હાજરીમાં ખાસ સાધારણ સભા યોજાઈ
પશુપાલકો હેરાન ન થાય તે માટે નવા મંત્રી તરીકે ધુડાભાઈ ગુડોલની વરણી: ધાનેરા તાલુકાના વાછડાલ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ગત સાધારણ સભામાં ૧૧ કમિટીના સભ્યો પૈકી આઠ કમિટીના સભ્યોએ રાજી ખુશીથી રાજીનામાં આપ્યા હતા. અને એમની જગ્યાએ ૮ કમિટી સભ્યોની ગામના મોહલ્લાવાઈઝ નવીન નિમણૂક કરવામાં આવેલ હતી આ આઠ નવીન નિમણૂક પામેલ કમિટી સભ્યોએ કમિટીની બહુમતીથી ચેરમેન તરીકે વાહતાભાઈ ભોણાભાઈ વાઘડાની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોસેડિંગ લખાણ કરી સભાનું લખાણ કરી જેમાં સહીના નમુના બનાસ બેંક પાંથાવાડા ખાતે રજૂ કરવામાં આવેલ હતા.
નવા નિમણૂક પામેલ ચેરમેન વાહતાભાઈના સહીના નમુના દૂધ મંડળીના બેંક ખાતામાં દાખલ કરી ગામના પશુપાલકોનો એક પગાર અને દૂધ વધારાના રૂપિયા દુધના ગ્રાહકોને આપવામાં આવ્યા હતા. પાલનપુર બનાસ ડેરી ખાતેથી સંઘમાંથી ઇન્સ્પેક્શન આવતા વર્તમાન મંત્રી અને કર્મચારીઓની ગેરરીતિ છતી થયેલ એ ગેરરીતિના બે પત્રો અત્રેની ડેરીને મળેલ. એ પત્રોના સંદર્ભે ત્રણ દિવસમાં સંઘે પાલનપુરમાં ખુલાસો કરવાનું જણાવેલ. એ બાબતનું ચેરમેન, કમિટીના સભ્યો અને મંત્રીને સાથે રાખીને ચર્ચા કરેલ કે સંઘમાં ખુલાસો કરવા જવાનું છે. તો મંત્રીએ ગલ્લા તલા કરી રેકોર્ડ લઈને નાસી છૂટેલ જ્યાં આજ દિન સુધી તેમની ભાળ મળેલ નથી. મંત્રી ડેરી મંડળીના રેકોર્ડ લઈ નાસી છૂટેલ જેની ચેરમેન અને પશુપાલકો ભેગા થઈ રેકર્ડ બાબતે અરજી પાંથાવાડા પોલીસ સ્ટેશન, ડેરી સંઘ પાલનપુર અને જિલ્લા રજીસ્ટર મિલ્ક વિભાગ પાલનપુરને પણ જાણ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં એમની ભાળ ન મળવાથી ખાસ સાધારણ સભાનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતૂ. આ સાધારણ સભાના એજન્ડા કમિટી દ્વારા ૧૫ તારીખના રોજ ઠરાવવામાં આવેલ હતા. જેમાં ડી આરને પણ એજન્ડા પાઠવેલ, ડેરી સંઘ પાલનપુરને પણ પાઠવેલ અને ગામના પશુપાલકોને પણ વંચાણે આવે એ રીતે નોટિસ બોર્ડ પર લખાણ સાથે એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો. તમામ પશુપાલકોને પણ જાણ કરવામાં આવેલ એ સંદર્ભે આજે વાછડાલ દૂધમંડળી ડેરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેરીની કમિટીના ચેરમેન વાહતાભાઈ અને આઠ સભ્યો હાજર રહેલ હતા. જેમાંથી નવીન મંત્રીની નિમણૂકની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં જૂના મંત્રી મળેલ ન હોઈ એક તરફી રીતે છૂટા ગણવાનું ઠરાવવામાં આવ્યું અને જ્યાં સુધી વિવાદ પૂરો ન થાય ત્યાં સુધી હંગામી નવા મંત્રી ધુડાભાઈ ખેતાભાઇ પટેલનું નામ મુકવામાં આવેલ હતુ. જેમાં હાજર કમિટી સભ્યોએ ૮ સભ્યોએ સુચવેલ નામની નિમણૂકને ટેકો આપવામાં આવ્યો હતો.
બહુમતીથી મંત્રી તરીકે ધુડાભાઈ ખેતાભાઇ પટેલને ચૂંટવામાં આવ્યાં હતાં. જેમાં ગામના કમિટી સભ્યો અને પશુપાલકો ડેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આજે સાધારણ સભામાં ગામના તમામ પશુપાલકો અને આઠ કમિટી સભ્યોએ ફરાર રેકર્ડ લઈ ભાગી ગયેલ મંત્રી સામે કાનૂની રીતે કાર્યવાહી કરવાની માંગ કરી છે . દૂધ ડેરીના ચેરમેન વાહતાભાઈ ભોણાભાઈ વાઘડા અને કમિટી સભ્યોએ તમામ પશુપાલકોનો આભાર માન્યો.અને સભા પુર્ણ જાહેર કરવામાં આવી હતી.