ઊંઝાથી દક્ષિણ ભારતના પ્રવાસની બસને અકસ્માત નડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ઊંઝા શહેરમાં આવેલ બાળોજ નગર સોસાયટીના ૩૬ સિનિયર સિટીઝનો ગત તા.૧૬ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ દક્ષિણ ભારતના પ્રવાસે ઊંઝા ખાતે આવેલ કૃણાલ ટ્રાવેલ્સમાં નીકળ્યા હતા. આ પ્રવાસમાં રસોયા સહિત કુલ ૪૦ પ્રવાસીઓ હતા. જેઓ ઊંઝાની કૃણાલ ટ્રાવેલ્સ મારફતે બેંગ્લોર પહોંચ્યા હતા. બાદ સ્થાનિક લલિથા ટ્રાવેલ્સ મારફતે દક્ષિણ ભારતના પ્રવાસે નીકળ્યા હતા. જ્યાં કોડાઈ કેનાલ થી ૩૦ કિ.મી દૂર મુસાફરો લઘુશંકા કરવા ઉતર્યા હતા. ડ્રાઇવર હેન્ડ બ્રેક લગાવી નીચે ઉતર્યો હતો. પહાડીમાંથી બસ ઉતરવાથી બસની
એરબ્રેકમાંથી એર નીકળી જતાં બસ રોડ ઉપરના બેરીકેડને તોડીને ખાઈ તરફ ધકેલાઈ હતી. જોકે સદનસીબે બધાજ પ્રવાસીઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ ઘટનાને પગલે શહેરમાંથી પ્રવાસ અર્થે ગયેલા પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. પરંતુ મળતા સમાચાર અનુસાર પ્રવાસ રાબેતા મુજબ ચાલુછે અને બધાજ પ્રવાસીઓ હેમખેમ  છે. હાલ તમામ પ્રવાસીઓ ગુંનાર પહોંચ્યા છે.
અકસ્માતમાં બસ ખીણ તરફ અડધી નમી ગઈ હતી. બસમાં ૩૬ પ્રવાસી સહિત ૫ રસોઈયા સવાર હતા. મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તામિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા તા. જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતાં ખાબકતાં રહી ગઈ હતી પરંતુ કોઈ જાનહાનિ થઈનથી. અમુક પ્રવાસીઓને સામાન્ય  નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા અને તેમનો આબાદ બચાવ થયો હતો . આ અકસ્માતમાં બસ ખીણ તરફ અડધી નમી જતા પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા. આ બનેલ બનાવથી કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.