વાવ માં ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર નો રોડ શો યોજાયો
ગતરોજ વાવ ખાતે ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ના સમર્થન માં વાવ ના ચૂંટણી કાર્યાલય થી એક ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું.રોડ શો સમગ્ર વાવ શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી ભાજપ ને મત આપવા સ્વરૂપજી ઠાકોરે અપીલ કરી હતી.વિશાળ કાર્યકરો બાઇકો વી.આઈ. પી.ગાડી ઓ સાથે નીકળેલ રોડ શો સમગ્ર વાવ શહેર માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યો હતો. આ રોડ શો માં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સહિત જિલ્લા પ્રદેશ અગ્રણી ઓ સહિત સ્થાનિક ભાજપ ના ઉમેદવાર સહિત સ્થાનિક હોદેદારો કાર્યકરો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.