ડીસાના સોતમલા પાટીયા નજીક રીક્ષાનું ટાયર ફાટતા ટ્રેલરની ટક્કરથી રીક્ષા ચાલકનો પગ કપાયો
બેફામ ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ: જુનાડીસાથી ભીલડી તરફ રિક્ષા લઇ દિનેશભાઇ પ્રહલાદભાઇ રાવળ (ઉ.વ. 28 રહે. જુનાડીસા) પેપળુ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન સોતમલા પાટિયા નજીક રીક્ષાનું ટાયર અચાનક ફાટતા રિક્ષા સાઈડમાં કરવા જતા પાછળથી પુર ઝડપે આવી રહેલ ટ્રેલરે પાછળથી ટક્કર મારતા રીક્ષા ચાલક દિનેશભાઇ રાવળનો ડાબો પગ ટ્રેલર અને ડિવાઇડર વચ્ચે આવી જતા ઢીચણથી નીચેના ભાગનો પગ કપાયો હતો અને દુર પડ્યો હતો.બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભીલડી ૧૦૮ ના ઇ.એમ.ટી. જગદીશભાઇ અને પાયલોટ નરેન્દ્રસિંહએ એને ડીસા ખાનગી હો્પિટલમાં સારવાર અર્થે ખેસેડયો હતો. આ અંગે નરેશભાઇ પ્રહલાદભાઇ રાવળએ ટ્રેલર ચાલક વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે.જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.