
છાપીના ધારેવાડા પાટીયા પાસે રિક્ષા પલટી, એક જ પરિવારના ચારથી વધુ લોકો ઘાયલ
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માત એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે જેમાં છાપી નજીક આવેલ ધારેવાડા નજીક એક રીક્ષા ચાલાક પોતાન પરિવાર સાથે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન રીક્ષા અચાનક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો જોકે રીક્ષામાં સવાર એક જ પરિવાર ના ચાર થી વધુ લોકો ને ઈજાઓ પહોંચી હતી બનાવવાના પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી પોલીસ તેમજ છાપી અને સિધ્ધપુર 108 EMT લલિત પરમાર અને પાઇલોટ સાદિકભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી બીજા ગ્રસ્તોને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ઇજાગ્રસ્તો તમામ સિધ્ધપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે .