ડીસાના રાણપુર નજીકથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા પોલીસે રાણપુર રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપી લઇ દારૂની બોટલો, બિયરના ટીન, રીક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૯૧૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને ઝડપી લીધા હતા. અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે રાણપુર રોડ તરફથી વિદેશી દારૂ ભરીને એક રીક્ષા આવી રહી છે. જેથી તાલુકા પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ રમેશભાઈ, વિષ્ણુભાઈ અને રાજેશભાઇ સહિતની ટીમે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષા આવતા તેને રોકાવતા રિક્ષામાં બે શખ્સો બેઠેલા હતા. જ્યારે પાછળના
ભાગે વિદેશી દારૂ ભરેલો જણાતા પોલીસે રિક્ષા જપ્ત કરી હતી.પોલીસે કુલ રૂપિયા ૪૧,૨૦૦ ની કિંમતનો ૨૨૮ બોટલ દારૂ અને બિયરના ટીન જપ્ત કરી રિયાઝ ઈબ્રાહીમભાઇ શેખ (રહે.ગવાડી,ડીસા) અને રાકેશ શંકરલાલ જૈન રહે. નેમીનાથ સોસાયટી,ડીસા. મૂળ રહે. ચોહટન તા.બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી બંને સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. પોલીસે દારૂની બોટલો, બિયરના ટીન અને રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતની રીક્ષા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૯૧૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.